ભારતના જે શહેરોમાં ગુજરાતીઓની સંખ્યા વધુ હોય ત્યાં ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે બે દિવસના સદાકાળ ગુજરાતનુ કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે.
- બિન નિવાસી ગુજરાતીઓને પોતાની માતૃભૂમિ સાથે જોડવા.
- વિવિધ રાજ્યોમાં વસતા બિન-નિવાસી ગુજરાતીઓ સાથે જીવંત સંપર્ક માટે.
- રાજ્યની સંસ્કૃતિની ઝાંખી કરાવવી.
- જે તે રાજ્યમાં રહેતા ગુજરાતીઓને વતન જેવો જ અહેસાસ કરાવવો.
- નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડવા.
- બિન નિવાસી ગુજરાતીઓનો ડેટાબેઝ વધુ સુદઢ બનાવવો.
- એન.આર.જી.ના યુવા ધન સાથે સંપર્ક કેળવી તેઓને ગુજરાતના વિકાસમાં જોડવા.
- પ્રતિષ્ઠાનની વિવિધ પ્રવૃતિઓનો પ્રચાર કરવો અને એન.આર.જી.ને પ્રવૃતિઓમાં સાંકળવા.