GR of NRGF
પ્રસ્તાવના
વિદેશમાં વસતા બિન-નિવાસી ભારતીયોની તાંત્રિક જાણકારી, વૈશ્વિક અનુભવો અને આવડતનો લાભ રાજયના, વિકાસ માટે ઉપયોગી થઇ શકે તેમજ બિન-નિવાસી ભારતીયોના વિવિધ પ્રશ્નો સમજીને તેનું નિરાકરણ કરવામાં આવે તે માટે સામાન્‍ય વહીવટ વિભાગ હેઠળના બિન-નિવાસી ભારતીયો માટેના એક પ્રભાગની રચના કરવામાં આવેલી છે.

ર/- સામાન્‍ય વહીવટ વિભાગ હેઠળ કાર્યરત થયેલ આ પ્રભાગ દ્વારા અપેક્ષિત કામગીરી સમયસર અને સંપૂર્ણ રીતે હાથ ધરી શકાય તે માટે વહીવટી મોકળાશ અને અનૂકૂળતા મળી રહે તે માટે એક અલગ મંચ/ફોરમ હોવું જોઇએ તેવી લાગણી પ્રભાગ દ્વારા વ્યકત કરવામાં આવી હતી. આ માંગણી અંગે વિવિધ તબક્કે થયેલ કાળજીપૂર્વકની વિચારણા બાદ એક ફોરમ બનાવવાનો સરકારે નિર્ણય કર્યો હતો.
ઠરાવ
૩/- પ્રસ્તાવનામાં ચર્ચવામાં આવેલ દ્રષ્ટિબિંદુના પરિપ્રેક્ષ્‍યમાં આથી ઠરાવવામાં આવે છે કે "ગુજરાત રાજય બિન-નિવાસી ગુજરાતી પ્રતિષ્‍ઠાન" નામની એક સંસ્‍થાનું નિર્માણ કરવું અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ તેમજ રજીસ્ટ્રેશન ઓફ સોસાયટીઝ એકટ ૧૮૬૦ હેઠળ તેની નોંધણી કરાવવી.

૪/- આ ઠરાવ સરખા ક્રમાંકની ફાઇલ ઉપર તા.૧૦/૧૧/૯૮ના રોજ મળેલ સરકારશ્રીની અનુમતિથી બહાર પાડવામાં આવે છે.