GR of NRG Division (Resolution For Establishment)
બિન-નિવાસી ગુજરાતીઓ માટેની
એજન્‍સીની રચના કરવા બાબત.
ગુજરાત સરકાર,
બિન નિવાસી ભારતીઓનો પ્રભાગ,
સામાન્‍ય વહીવટ વિભાગ,
સચિવાલય, ગાંધીનગર
ઠરાવ ક્રમાંકઃ-બનગ-૧૦૯૮-૧૭પ-એન.આર.આઇ.,
તા.૧૧/૧૧/૧૯૯૮.
પ્રસ્તાવના
વિદેશમાં વસતા બિન-નિવાસી ભારતીયોની તાંત્રિક જાણકારી, વૈશ્વિક અનુભવો અને આવડતનો લાભ રાજયના, વિકાસ માટે ઉપયોગી થઇ શકે તેમજ બિન-નિવાસી ભારતીયોના વિવિધ પ્રશ્નો સમજીને તેનું નિરાકરણ કરવામાં આવે તે માટે સામાન્‍ય વહીવટ વિભાગ હેઠળના બિન-નિવાસી ભારતીયો માટેના એક પ્રભાગની રચના કરવામાં આવેલી છે.

ર/- સામાન્‍ય વહીવટ વિભાગ હેઠળ કાર્યરત થયેલ આ પ્રભાગ દ્વારા અપેક્ષિત કામગીરી સમયસર અને સંપૂર્ણ રીતે હાથ ધરી શકાય તે માટે વહીવટી મોકળાશ અને અનૂકૂળતા મળી રહે તે માટે એક અલગ મંચ/ફોરમ હોવું જોઇએ તેવી લાગણી પ્રભાગ દ્વારા વ્યકત કરવામાં આવી હતી. આ માંગણી અંગે વિવિધ તબક્કે થયેલ કાળજીપૂર્વકની વિચારણા બાદ એક ફોરમ બનાવવાનો સરકારે નિર્ણય કર્યો હતો.
ઠરાવ
૩/- પ્રસ્તાવનામાં ચર્ચવામાં આવેલ દ્રષ્ટિબિંદુના પરિપ્રેક્ષ્‍યમાં આથી ઠરાવવામાં આવે છે કે "ગુજરાત રાજય બિન-નિવાસી ગુજરાતી પ્રતિષ્‍ઠાન" નામની એક સંસ્‍થાનું નિર્માણ કરવું અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ તેમજ રજીસ્ટ્રેશન ઓફ સોસાયટીઝ એકટ ૧૮૬૦ હેઠળ તેની નોંધણી કરાવવી.

૪/- આ ઠરાવ સરખા ક્રમાંકની ફાઇલ ઉપર તા.૧૦/૧૧/૯૮ના રોજ મળેલ સરકારશ્રીની અનુમતિથી બહાર પાડવામાં આવે છે.

ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે.
(અરવિંદ ઘડુક)
ઉપ સચિવ, સામાન્ય વહીવટ વિભાગ,
ગુજરાત સરકાર
પ્રતિ,
રાજયપાલશ્રીના સચિવશ્રી,
માન.મુખ્યમંત્રીશ્રીના અંગત સચિવશ્રી,
માન.મંત્રીશ્રીઓ(સર્વે)
મુખ્ય સચિવશ્રીના અંગત સચિવશ્રી,
સર્વે વહીવટી વિભાગો,
સિલેકટ ફાઇલ.